મેગેસ્થનીઝ દ્વારા કરવામાં આવેલ ભારતના વર્ણનની ટૂંકમાં ચર્ચા કરો.
મેગસ્થનીઝ ગ્રીક રાજા સેલ્યુકોશ નિકોટરનો રાજદૂત હતો જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં બિરાજમાન હતો .મેગસ્થનીઝ પોતાની પુસ્તક ઇન્ડિકામાં ઈ.સ.પૂર્વે ૩૨૦ ના સમયના ભારતનુ વર્ણન કરેલ છે.
મેગસ્થનીઝ મુજબ ,
ભારતના સ્થાનનું વર્ણન કર્યું જે મુજબ ભારતના ઉત્તરમાં હિંદુકુશ, દક્ષિણ પૂર્વમાં સમુદ્ર ,પશ્ચિમમાં સિંધુ નદી હતી.
પાટલીપુત્ર એક સમૃદ્ધ શહેર હતું અને તેનું આર્કિટેક્ચર બેજોડ હતું .ચંદ્રગુપ્ત મૌર્યના લાકડાના મહેલનું પર તેને વર્ણન કર્યું છે .
ભારતમાં દુષ્કાળ પડતો નહીં ,પરંતુ આ વાત માનવી થોડી અશક્ય છે .
ભારતીય સમાજ વ્યવસાય ના આધારે ૭ ભાગોમાં વિભાજીત હતો જેમાં બ્રાહ્મણ ,ખેડૂત,વ્યાપારી-શિલ્પકાર, ભરવાડ(પશુપાલકો) ,સૈનિક,ગુપ્તચર,મંત્રીગણનો સમાવેશ થતો હતો . ચંદ્રગુપ્ત મૌર્યની પોતાની એક કુશળ નૌસેના હતી.
તે ભારતીય હાથીથી ખુબ પ્રભાવિત હતા કેમ કે આ મુજબ નું જાનવર તેણે ક્યારેય જોયું ન હતું .ચંદ્રગુપ્ત ની સેનામાં અંદાજિત ૪૦૦૦ જેટલા હાથીઓ હતા .
ગુનાના બનાવો ખુબ જ ઓછા થતા હતા.
સમાજમાં પશુબલિ અને માસ મદિરાના સેવનનું પ્રમાણ ખુબ ઓછું હતું .
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને ન્યાય વ્યવસ્થા હતી ,ન્યાય વ્યવસ્થા નો વડો રાજા હતો.
પાટલીપુત્રનો વહીવટ પાંચ પાંચ સભ્યોની બનેલ છ સમિતિ દ્વારા કરવામાં આવતો હતો.