Elementor #177

ઇલેક્ટ્રિક કાર પર્યાવરણ મિત્ર કે ખાલી ફિતૂર ......

                       IIT DELHI માં અભ્યાસ કરેલ મૂળ ભારતીય અમેરિકન બિઝનેસમેન દ્વારા ઇલેક્ટ્રિક કાર વિશે લખવામાં આવ્યું કે ” ઇલેક્ટ્રિક કાર કોલસાથી ચાલતી ગાડી છે કે જેના દ્વારા ગેસોલીન ગાડી કરતા ખુબ વધારે માત્રમાં કાર્બન નું ઉત્સર્જન થાય છે.

                        આધુનિક ટેક્નોલોજી નામની તલવારને સામાન્ય રીતે બે ધાર હોય છે .એક ધાર વડે ટેક્નોલોજીથી પેદા થતી અડચણો અને તેના કારણે થનારી સમયની બરબાદીનો માર્ગ મળતા સ્વાભાવિક રીતે આપણને અહોભાવની લાગણી જન્મે.પરંતુ ટેક્નોલોજીની તલવાર ની બીજી ધાર વડે પર્યાવરણને કેવી ગંભીર અસર થાય એ જાણવાની પર થોડી કાળજી લેવી જોઇએ, કારણકે આપણે      બધા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ ટેક્નોલોજીના ઉપયોગથી પર્યાવરણને નુકસાન કરવામાં થોડો ઘણો ફાળો તો આપીયે જ છીએ.
                          ચીન શાસિત તિબેટમાં લીકિ નામની નદી વહે છે.આ નદી પેહલા લોકો ,યાક જેવા પ્રાણીઓ ,યાયાવર પક્ષી માટે જીવાદોરી સમાન હતી ,પરંતુ કેટલાક વર્ષોથી આ નદી પ્રાણદાતા ની જગ્યાએ પ્રાણહર્તા બની ગયી છે .નદીનું પાણી પીને સેંકડો યાક માર્યા ગયા છે અને એક સમયના ફળદ્રુપ પ્રદેશમાં આજે ઘાસનું એક તણખલું પર નથી ઉગતું.
‌                          લિ‌કિ નદીની આવી કાયાપલટ તેની ઉપરવાસના ‌‌વિસ્તારોમાં ચીને સ્થાપેલા ‌લિ‌થિઅમનાં કારખાનાંને આભારી છે. રોજના હજારો ટન ‌લિ‌થિઅમનું ત્યાં રસાયણિક શુદ્ધીકરણ કરવામાં આવે છે. પ્રોસે‌સિંગના ‌વિ‌વિધ તબક્કે વપરાતા કે‌મિકલ યુક્ત પાણીના લીકિ નદીમાં નિકાલને લીધે તેનું પાણી ઝેરી બની ગયું.
                           ઇલે‌ક્ટ્રિક વાહનોની વજનદાર બેટરીમાં દસથી બાર ‌કિલોગ્રામ ‌લિથિયમ જોઈએ. આ ‌હિસાબે લાખો વાહનો માટે બેટરી તૈયાર કરવામાં ‌લિથિયમ પુષ્કળ જથ્થો જોય ,એલ્યુમિનીયમ , લોખંડ, તાંબુ, ‌સિ‌લિકોન વગેરે જેવાં ખનીજો ધરતી પર તેમના મૂળ સ્વરૂપે મળી આવે, પણ ‌લિથિયમ ન‌હિ. ખારું પાણી ધરાવતા જળાશયોની માટીમાં રહેલા પેટેલાઇટ, લો‌પિડોલાઇટ, જેવા ખનીજોમાં ‌લિથિયમ હોય છે. આથી રાસાય‌ણિક પ્રકિયા વડે તેને છૂટું પાડવું પડે .બેટરીમાં વાપરી શકાય એ કક્ષાના લિથિયમ ૧,૦૦૦ ‌કિલોગ્રામ જથ્થો મેળવવામાં અંદાજિત ૨૨ લાખ ‌લિટર પાણી વેડફાઈ જાય છે,જે પર્યાવરણ માટે સખત નુકસાનકારી છે.
                           સાથોસાથ ,કાચા ‌લિથિયમ ઇલે‌ક્ટ્રિક વાહનની બેટરીમાં વાપરવા યોગ્ય બનાવવું હોય તો તેના પર સલ્ફયુ‌રિક એસિડ તથા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવાં જલદ રસાયણો વડે સંસ્કારણો કરવાનાં થાય છે. બંને રસાયણોવાળું ઝેરી પાણી કારખાનાંની બહાર નીકળે ત્યારે તેનો અનુ‌ચિત નિકાલ નદી-જળાશયનો ભોગ લીધા ‌વિના રહેતો નથી.
                            ભારતમાં પણ થોડાં વર્ષથી ઇલે‌ક્ટ્રિક કારનું બજાર ખીલતાં ચીનના લિથિયમ બહુ મોટો જથ્થો અહીં આયાત પામવા લાગ્યો. ‌દ્વિચક્રી તથા ચારચક્રી ઇલે‌ક્ટ્રિક વાહનોની ‌બેટરીમાં તે પહોંચ્યો —અને એ વાહનો ચલાવનાર ઉપભોગતા સાવ અજાણતાં જ ‌તિબેટનું પર્યાવરણ ડહોળવામાં પરોક્ષ રીતે થોડાઘણા ‌નિ‌મિત્ત બન્યા.
‌                             લિથિયમના વધુ પડતા વપરાશને કારણે થતી પર્યાવરણની બરબાદીનો બીજો અધ્યાય તો હજી બાકી છે. પરંતુ તેને શરૂ કરતાં પહેલાં એક બાબત તરફ ધ્યાન દોરવું પડે તેમ છે.
કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન કરનારાં પેટ્રોલ/ડીઝલ વાહનોને ગ્લો્બલ વો‌ર્મિંગની સમસ્યા સર્જનારા ‌વિલન તરીકે ‌ચિતરવામાં આવે છે—અને તેમાં કશું ખોટું પણ નથી. પરંતુ તેને કારણે કંઈ ઇલે‌ક્ટ્રિક વાહનો આપોઆપ ‘ઇકો-ફ્રેન્ડવલી’ બની જતાં નથી. વાહનોમાં પેટ્રોલ-ડીઝલના ‌વિકલ્પો બની રહેલી ‌લિથિયમ બેટરીનાં પર્યાવરણની ‌વિરુદ્ધ જતાં બીજાં કેટલાંક અજાણ્યાં પાસાં પણ જાણવાલાયક છે. જેમ કે,

                               લગભગ ૧ ‌કિલોવોટ/કલાક ક્ષમતાની ‌લિથિયમ બેટરી તૈયાર કરવા પાછળ ફેક્ટરીમાં જે ‌વિ‌વિધ સંસ્કસરણો થાય તેના પગલે વાતાવરણમાં ૭૨ ‌કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) ભળે છે. સરેરાશ ઇલે‌ક્ટ્રિક કારમાં ૩૦થી ૪પ kWh ક્ષમતાની બેટરી હોય. આ ‌હિસાબે ‌વિદ્યુત કારના ચાલકની કાર્બન ફૂટ‌પ્રિન્ટ સવા બેથી સવા ત્રણ હજાર ‌કિલોગ્રામ જેટલી તો ખરી! આટલો CO2 વાતાવરણમાં ઠાલવવા માટે પેટ્રોલ/ડીઝલ કારે ત્રણેક હજાર ‌કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડે.

                                ઇલે‌ક્ટ્રિક વાહનની ‌બેટરી કહેવાય ‌લિથિયમ-આયન, પણ તેમાં ‌નિકલ, કોબાલ્ટ અને મેંગે‌‌‌નિઝ અનિવાર્યપણે વપરાય છે. આ ત્રણેય ખનીજોના ઉત્ખનનની પર્યાવરણ પર થતી અસર અને કારખાનાંમાં શુદ્ધીકરણ વખતે CO2 ના ઉત્સર્જન વડે વાતાવરણ પર થતી માઠી અસરોનો ‌હિસાબ અલગથી ગણવાનોતો બાકીજ. ધ્યાનનમાં જોવાલાયક મુદ્દો એ છે કે પરંપરાગત મોટરકારની લેડ-એસિડ બેટરીનું જેટલું સહેલાઈથી ‌રિસાઇક‌લિંગ થઈ શકે છે એટલી સરળતાથી ‌લિથિયમ-આયન બેટરીનું કરી શકાતું નથી. તે કામ બહુ જ‌ટિલ અને ખર્ચાળ છે.ટૂંકમાં, આટા કરતા દળામણ મોંઘું પડતું હોવાથી ‌અત્યાંરે તો મોટા પાયે રિસાઇક‌લિંગ હાથ ધરાય એવું લાગતું નથી. બીજી તરફ, આજથી પાંચ-સાત વર્ષ પહેલાં જે ઇલે‌ક્ટ્રિક વાહનો બન્યાં તેમની ભંગારવાડે ફેંકી દેવાતી બેટરીઓની સુનામી આવતી દેખાઈ રહી છે. નકામી બેટરીઓનો ‌નિકાલ પર્યાવરણને હા‌નિ પહોંચાડ્યા ‌વિના શી રીતે કરવો એ મોટો સવાલ છે.

                                  ટૂંકમાં, પેટ્રોલ-ડીઝલ વાહનોના પર્યાય તરીકે જોવાતી બેટરી પાવર્ડ ટેક્નોલોજીનો પર્યાય આગળ જતાં શોધવો પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.અને માટે હવે એક જ વિકલ્પ રહયો છે ,ગ્રીન હાઇડ્રોજન! ટેક્નોલો‌જીની આ તલવારને એક જ ધાર છે, જેના વડે તે પ્રદૂષણને લગતી ઉપરોક્ત તમામ સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top